ઉમા હેમવતી પ્રસંગ
એક વખત બ્રહ્મે દેવોને નિમિત્ત બનાવીને, અસુરો પર વિજય મેળવ્યો, પરંતુ દેવોને એ વિજયનું અભિમાન આવી ગયું અને તેઓ આ વિજયને, પોતાનો જ મહિમા સમજવા લાગ્યા.
એ બ્રહ્મે દેવોના અહંભાવ ને જાણી લીધો ત્યારે,એમની સામે એ યક્ષના રૂપમાં પ્રગટ થયા, પરંતુ દેવગણ એમને ઓળખી શક્યા નહીં અને કહેવા લાગ્યા" આ દિવ્ય યક્ષ કોણ છે ?" દેવોએ અગ્નિદેવને કહ્યું ,"એ દિવ્ય યક્ષ વિશે જાણકારી મેળવો કે આ યક્ષ કોણ છે ?
એટલે એમને કહ્યું ,ઘણું સારું. અગ્નિદેવ ઝડપથી દોડીને એ યક્ષ પાસે ગયા. ત્યારે યક્ષે પૂછયું આપ, "કોણ છો ?" ત્યારે અગ્નિદેવતાએ કહ્યું ,"હું અગ્નિ શું અને લોકો મને જાતવેદા કહે છે ."યક્ષે પૂછ્યું તમારા કઈ શક્તિ છે ? એવું પૂછતાં અગ્નિદેવે કહ્યું ,"હું ઈચ્છું તો સમગ્ર પૃથ્વીને ભસ્મ કરી નાખું. ત્યારે યક્ષે અગ્નિ દેવતા ની સામે એક તણખલું મૂક્યું અને કહ્યું "આને બાળી નાખ."પરંતુ અગ્નિ દેવતા તેને સળગાવવામાં નિષ્ફળ ગયા.
ત્યાંથી પાછા ફરીને દેવોને કહેવા લાગ્યા કે 'હું આ દિવ્ય યક્ષને જાણી શક્યો નહીં. "
ત્યાર પછી દેવોએ વાયુદેવને આ રહસ્ય જાણવા મોકલ્યા. વાયુદેવ ઝડપથી યક્ષ ની પાસે જાય છે .યક્ષ દ્વારા જ્યારે પરિચય પૂછ્યો ત્યારે વાયુદેવે કહ્યું ,હું પ્રસિદ્ધ વાયુદેવ છું.લોકો મને માતરિશ્વા કહે છે.યક્ષે પૂછ્યું "તમારામાં કયું સામર્થ્ય છે?"વાયુદેવ બોલ્યા ,હું આખી પૃથ્વીને ઉડાડી શકું છું .યક્ષે તેમની સામે એક તણખલું મુક્યું અને કહ્યું 'આને ઉડાડી નાખ." વાયુદેવે સંપૂર્ણ તાકાતથી એ તણખલુ ઉડાડવા લાગ્યા. છતાંય તે તણખલું ઉડયું નહીં .
વાયુદેવે દેવો ની પાસે આવીને કહ્યું ,"હું આ યક્ષ ને ઓળખી શક્યો નહીં. "
ત્યારપછી દેવોએ ઇન્દ્રદેવને કહ્યું હે મધવન ! આપ જ આ વાતની જાણકારી મેળવો કે આ યક્ષ કોણ છે ?ઈન્દ્રદેવ યક્ષના વિષયમાં જાણકારી મેળવવા ગયા. યક્ષ તરફ દોડ્યા. પરંતુ ઈન્દ્રદેવ ત્યાં પહોંચતાં જ યક્ષ અંતર્ધાન થઈ ગયા. ત્યારે ઇન્દ્રદેવ એ જ આકાશમાં રહેલા અત્યંત શોભાયમાન ભગવતી હેમવતી (હિમાચલની પુત્રી )ઉમા દેવી પાસે આવી ગયા અને પૂછવા લાગ્યા ,"આ યક્ષ કોણ હતો ?" ઉમા દેવી બોલ્યાં " એ બ્રહ્મ છે એમના વિજયને તમો લોકોએ પોતાના અહંભાવ ના કારણે પોતાનો વિજય માની લીધો હતો. ઉમાદેવી એ આ ઉત્તરથી ઈન્દ્રદેવે સ્પષ્ટ સમજી લીધું .એ દિવ્ય યક્ષ નિશ્ચિતરૂપે બ્રહ્મ હતા .
એ ત્રણેય દેવ માંથી બ્રહ્મશક્તિ ના રૂપમાં સૌપ્રથમ ઈન્દ્રદેવ અને પછી બીજા દેવો સમજ્યા .બ્રહ્મની ઉપસ્થિતિનો સંકેત વીજળીનો ચમકારો અને પાંપણના પલકારા જેવો હોય છે.
આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજીએ તો મન બ્રહ્મ પાસે જતું હોવાનું પ્રતીત થાય અને બ્રહ્મનું સ્મરણ કરતું હોય એવું લાગે છે તથા બ્રહ્મ પ્રાપ્તિનો સંકલ્પ કરતું હોવાનો ભાસ થાય છે. એ બ્રહ્મની ઉપસ્થિતિના સૂક્ષ્મ સંકેત છે.
ગરવ કિયો સોઈ નર હાર્યો સિયારામજી સે
ગરવ કિયો સોઈ નર હાર્યો રે......
ગરવ કિયો વનની રાતી ચાણોઠીએ (૨)
મુખ કાળો કરી ડાર્યો
સિયારામજી સે
ગરવ કિયો ચકવા ને ચકવીએ (૨)
રૈન વિયોગ કરી ડાર્યો
સિયારામજી સે
ગરવ કિયો અલ્યા રત્નાકર સાગરે
નીર ખારો કરી ડાર્યો
સિયારામજી સે... ( કબીર સાહેબ)
માણને માણને માણને રે તું તું અનુભવ સુખને માણને
હરખ શોક ક્ષુધા પિતાના સોંપી દે મન પ્રાણને રે
તું અનુભવ સુખને માણને
( ભાણ સાહેબ) Co