જાસૂદ’ એક મોટાં કદનો છોડ છે. તેના પાન ઘેરા લીલા રંગના ચળકતા-લીસા હોય છે. તેનાં મોટાં ફૂલો બાર ઇંચ સુધીનો વ્યાસ ધરાવતાં સુંદર, આકર્ષક રંગના હોય છે. તેમાં મૂળભૂત રીતે છ રંગો જોવા મળે છે- સફેદ, લાલ, નારંગી, પીળો, લવંડર અને બદામી,પરંતુ તેની અસંખ્ય જાતોમાં ઘણાં રંગોનું વૈવિધ્ય જોવા મળે છે.
ઉષ્ણ કટિબંધના આ ફૂલની બહાર લગભગ રોજ એક-બે ફૂલો જરૂર આપે છે. પૂરા વર્ષ દરમિયાન તે ફૂલો આપે છે. તેથી તે લોકોનો લોકપ્રિય ફૂલછોડ છે. તે શાંતિ અને ખુશીને લાવનાર હોવાથી ‘ક્વીન ઓફ ટ્રોપિકલ ફ્લાવર્સ’ કહેવાય છે. તેની પાંખડીઓનો ઉપયોગ શૂઝને ચમકાવવામાં થતો હોવાને કારણે તે શૂ-ફ્લાવર તરીકે પણ જાણીતું છે.
ડિનર-ટેબલ કે પાર્ટીની સજાવટ માટે તે ઉત્તમ ફૂલ છે. તેને સવારે ચૂંટીને ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે તો તે તાજું રહે છે તેને ફ્રીજમાં પણ રાખી શકાય.
સૂર્યપ્રકાશ આવતો હોય તેવી બારીમાં તેને મૂકવાથી તે બારીની શોભા બની રહે છે. જો કે તેના મોટાં ફૂલો લાંબો સમય ટકતાં નથી. ખીલ્યા બાદ થોડાં કલાકોમાં જ તે કરમાવા લાગે છે, નમી જાય છે, તેના રંગો બદલાવા લાગે છે. કોમળ અને નાજુક હોવા છતાં યોગ્ય આયોજન કરીને તમે તેના છોડને કાયમ ખીલેલા રાખી શકો છો. જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો જાસૂદનો છોડ વીસ વર્ષથી પણ વધારે ટકી શકે છે. તેના મૂળની ગાંઠ ભેજવાળી રહેવી જોઈએ, પરંતુ તે ક્યારેય પાણીમાં ડૂબેલી ના હોવી જોઈએ. સમઘાત આબોહવામાં ભેજવાળી હવામાં તે શ્રેષ્ઠ વૃદ્ધિ કરે છે.
જાસૂદની ઉપયોગિતા
જાસૂદની મોટા ભાગની જાતોનો ઉપયોગ સજાવટ માટે થાય છે, પરંતુ લાલ રંગના ‘સેબડેરિફિયા’ પ્રકારના જાસૂદનાં ફૂલોને સૂકવીને ચા બનાવવામાં, જ્યૂસ, જેલીઝ, આઈસક્રીમ વગેરે પ્રોસેસ કરવામાં વાપરવામાં આવે છે. પાંચ પાંખડીવાળા લાલ જાસૂદ ઔષધિય ગુણો ધરાવે છે. તાવ મટાડવામાં, વાળને મજબૂત બનાવવા માટે ફૂલોનો ઉપયોગ થાય છે. તેના પાન કુદરતી શેમ્પૂનું કામ કરે છે. હૃદયની તકલીફો અને ચાંદામાં જાસૂદનાં ફૂલોનો ઉપયોગ થાય છે. વાળ ખરતાં હોય તો ૧૨૦ ગ્રામ જેટલાં તેનાં પાન લઈને તેને છૂંદી લો અને શેમ્પૂની જેમ તેને વાળમાં લગાવો. બે કપ જેટલાં ગરમ કોપરેલમાં દસ ફૂલોને ઉકાળીને કડક બનાવી દો. તેલને ગાળીને વાળમાં લગાવો.
તાવ ઉતારવા માટે આ પ્રમાણે કરો. રાત્રે અડધા ગ્લાસ ઠંડા પાણીમાં એક ફૂલ પલાળી દો. સવારે તે પાણીને ગાળીને પી લો. હૃદયની તકલીફમાં આ પ્રમાણે કરો. એક કપ પાણીમાં ફૂલની બે પાંખડી ઉકાળો. પાણીને ગાળી લો. આ પાણીમાં એક ચમચી મધ ઉમેરો. થોડા દિવસ રોજ આવું પાણી બનાવીને પીઓ.
જાસૂદના તેલનો ઉપયોગ ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેન્સરથી થતા ઘા પર જાસૂદનું તેલ લગાવવું પણ ખૂબ ફાયદાકારક છે. વળી, જો કેન્સરના શરૂઆતના તબ્બકામાં જાસૂદનો ઉપયોગ કરવામાં આવે તો તે કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.
ડાયાબિટીઝ માટે નિયમિતપણે 20 થી 25 પાન લેવાનું શરૂ કરો છો, આ ડાયાબિટીસની સમસ્યાની સારવાર છે. જો મોંમાં ચાંદી પડી હોય તો જાસૂદના પાન ચાવવાથી ચાંદી માં રાહત મળે છે. લાળ વધારવા અને પાચક શક્તિ વધારવા માટે જાસૂદના પાન ચાવવા જોઈએ. તેનાથી ફાયદો થાય છે.
જાસૂદનું ફૂલ બળતરાથી તેમજ ખંજવાળ જેવી સમસ્યાઓથી રાહત આપે છે. જાસૂદના ફૂલનાં પાનને પીસીને સોજો અને બળતરા થતી હોય તે ભાગ પર લગાવવાથી થોડીવારમાં સમસ્યા દૂર થઈ શકે છે. જાસૂદના ફૂલ અને પાંદડાને સૂકવી લો. પછી તેનો પાવડર બનાવીને બરણીમાં ભરી લો. આ 1 ચમચી પાવડર રોજ 1 ચમચી મિસરી સાથે લેવાંમાં આવે તો યાદશક્તિમાં વધારો થાય છે.
ઉંઘની સમસ્યામાં પણ જાસૂદના ફાયદા જોવા મળે છે. આ માટે જાસૂદ ના ફૂલોને હથેળીથી મસળીને લીંબુના રસમાં મિક્સ કરો. આ પછી આ મિશ્રણને કાચનાં વાસણમાં ખુલ્લુ રાખો. થોડા કલાકો પછી તેને હલાવીને ચાળી લ્યો, ત્યારપછી તેમ ખાંડ ઉમેરો અને આખા મિશ્રણને ગુલાબજળ મિક્સ કરો.
આ આખું મિશ્રણ કાચની બોટલમાં ભરીને બંધ કરો અને તેને બે દિવસ તડકામાં રાખો. આ બે દિવસમાં બોટલને વારંવાર હલાવતા રહો. જ્યારે ખાંડ આખા મિશ્રણમાં ભળી જાય છે, ત્યારે તેનો શરબતની જેમ ઉપયોગ કરવો. તે પછી, આ પીણું 15 થી 40 મિલિગ્રામ પીવાથી ઉંઘની સમસ્યામાં ફાયદો થઈ શકે છે.
શરીરના ઘણા રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાસૂદના પાંદડા શરીરને ઉર્જા આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. માસિક સ્રાવમાં તેના પાન ખૂબ ફાયદાકારક છે. જે મહિલાઓને માસિક સ્રાવ સમયે આવતો નથી, તેઓએ જાસૂદના પાનની ચા પીવી જોઇએ.
આજે દરેક જગ્યાએ લોખંડ અને કાચની ચીજવસ્તુઓ છે, તેથી ઘરના બાળકો દરરોજ તેનાથી ડરે છે. કેટલીકવાર ઘરની મહિલાઓને પણ રસોડામાં કામ કરતી વખતે ઈજા થાય છે અથવા શાક કાપતી વખતે હાથ કપાઈ જાય છે. વધારે ચિંતા કરવાની જરૂર નથી, માત્ર જાસૂદ ના પાનને પીસી લો અને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો. આ ઘાને ખૂબ ઝડપથી મટાડે છે
આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.